છળ નહીં કરું

ફૂલો બનીને હું કદી, છળ નહીં કરું,
કાંટા છુપાવી હાથમાં, બળ નહીં કરું.

ને પીઠ પાછળ વાર, તું મળ, નહીં કરું,
સામી જ છાતીએ કરું, કળ નહીં કરું.

શૃંગારની રુપમાં કદી ભેળસેળ નહિ,
મ્હોરાં પહેરીને કદી, છળ નહીં કરું.

ખુદ હું જ છું સૂરજ, ઉછીનું કશું નથી,
અફવા હતી કે આમ ઝળહળ નહીં કરું.

ને દાવ પર લાગી ભલે જિંદગી હવે,
બાજી સમેટી લઈશ હું, પળ નહીં કરું.

– દિનેશ દેસાઇ 

Advertisements

5 thoughts on “છળ નહીં કરું

 1. Very nice
  ને દાવ પર લાગી ભલે જિંદગી હવે,
  બાજી સમેટી લઈશ હું, પળ નહીં કરું

  Like

 2. ખુદ હું જ છું સૂરજ, ઉછીનું કશું નથી,
  અફવા હતી કે આમ ઝળહળ નહીં કરું…. વાહ સરસ.. અભિવ્યક્તિ..

  Like

 3. વાહ સરસ..
  ને પીઠ પાછળ વાર, તું મળ, નહીં કરું,
  સામી જ છાતીએ કરું, કળ નહીં કરું.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s