સ્થળને શોધું છું

ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું
લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું

મસ મોટા દંભ તણા તાળાં, સંશયની સાંકળ પગે પડી
માણસ આખ્ખાને ખોલી દે કોઈ એવી કળને શોધું છું

સૂરજ અજવાળાને બહાને હરરોજ દઝાડે રૂદિયાને
છો ટમટમતું, પણ તારાના શીતળ ઝળહળને શોધું છું

ઘોંઘાટ, રૂધિર જાણે થઈને, નસ નસમાં વહેતું મનખાની
ટહુકા, કલરવ, સાતે સૂરમાં વહેતાં ખળખળને શોધું છું

શબરીએ ચાખી ચાખીને ભગવનને દીધા’તાં બોર ઘણાં
અણજાણે ત્યાંથી દડી પડ્યાં એકાદા ફળને શોધું છું

મંદિર મસ્જિદ ગિરીજા તો શું, મયખાને પણ હું ફરી વળ્યો
જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું.

ડો. જગદીપ નાણાવટી

Advertisements

11 thoughts on “સ્થળને શોધું છું

 1. Nice gazal..
  ઘોંઘાટ, રૂધિર જાણે થઈને, નસ નસમાં વહેતું મનખાની
  ટહુકા, કલરવ, સાતે સૂરમાં વહેતાં ખળખળને શોધું છું

  Like

 2. Waah kavi!
  શબરીએ ચાખી ચાખીને ભગવનને દીધા’તાં બોર ઘણાં
  અણજાણે ત્યાંથી દડી પડ્યાં એકાદા ફળને શોધું છું

  Like

 3. Bahot khoob…..
  અણજાણે ત્યાંથી દડી પડ્યાં એકાદા ફળને શોધું છું…
  Nice gazal..

  Like

 4. Nice Matla…
  ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું
  લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું

  Like

 5. Waah..kya chhe bachpan? 🚸
  ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું
  લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું

  Like

 6. મંદિર મસ્જિદ ગિરીજા તો શું, મયખાને પણ હું ફરી વળ્યો
  જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું…. Very nice… One day you will get your identity as your intention is strong…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s